એ સોંગ ઓફ એસેન્ટ્સ. ડેવિડની.
ભગવાન તેમના લોકોનું સંરક્ષણ

1. ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત.

2. હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.

3. તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.

4. ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.

5. તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત.

6. યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

7. જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.

8. આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે.

Bibles

Books

Chapters