એ સોંગ ઓફ એસેન્ટ્સ.
તિરસ્કારથી રાહત માટે પ્રાર્થના
1. હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
2. જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે; તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
3. અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો; ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
4. પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર પૂરતું અપમાન અને દોષારોપણ થયું.